Abstract
Indian Journal of Modern Research and Reviews, 2024; 2(6): 13-16
દુલેરાય કારાણીનું કચ્છી સાહિત્યમાં પ્રદાન
Author Name: છરેચા અઝીઝ ઈબ્રાહીમ
Abstract
<p>કચ્છ અને કચ્છ પ્રદેશના લોકસાહિત્યની ઓળખ સૌપ્રથમ સંશોધનાત્મક દૃષ્ટિએ આપનાર કચ્છના મેઘાણી એવા દુલેરાય કારાણી. અનેક અર્થમાં એમનું કચ્છી લોકસાહિત્યમાં પ્રદાન આજે પણ અમૂલ્ય ગણાય છે. તેમના કેટલુંક સાહિત્ય અને ગ્રંથસ્થ કર્યા છતાં આજે પણ એમનું કેટલુંક સાહિત્ય અગ્રન્થસ્થ રહ્યું છે. કારાણી કચ્છનો ઇન્સાઇક્લોપીડિયા કહી શકાય.કચ્છની લોક કથાઓ અને કચ્છના લોકગીતો ઉપરાંત પણ કચ્છના લોકસાહિત્યની એક આગવી ઓળખ છે જે ગુજરાતના બીજા બધા પંથક કરતા નોખી પડે છે તે દુલેરાય કારાણી થકી વિશ્વ સમક્ષ આવી શકી એમ કહું તો અતિશયોક્તિ નથી. કચ્છી એક આગવી બોલી છે અને એનું પણ પોતાનો એક શબ્દકોષ અને વ્યાકરણ છે તે વાત કારાણીના અભ્યાસથી આપણે તારવી શકીએ છીએ.<strong><em>. </em></strong></p>
Keywords
કચ્છી સાહિત્ય, કચ્છી લોકસંસ્કૃતિ, કચ્છી લોકકથા, લોકગીત અને લોક પરંપરા
